નવી દિલ્હી: ઈસ્લામિક આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના સલાહકારે ગુરુવારે કહ્યું કે ફ્રાન્સ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થક રહ્યું છે. ફ્રાન્સ અને ભારત વચ્ચે રણનીતિક વાર્ષિક સંવાદ માટે ભારત પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન(Emmanuel Macron)ના કૂટનીતિક સલાહકાર ઈમેન્યુઅલ બોન(Emmanuel Bonne)એ ચીન પર નિશાન સાંધતા કહ્યું કે ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનને કોઈ પણ 'પ્રક્રિયાગત ખેલ' ખેલવાની મંજૂરી આપી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

US સંસદ પર આ અગાઉ પણ થયો હતો Attack!, જાણો કોણે હુમલો કરીને બાળી મૂકી હતી ઈમારત?


ચીન વિરુદ્ધ એકજૂથ થવું પડશે
ઈમેન્યુઅલ મેક્રોનના કૂટનીતિક સલાહકાર ઈમેન્યુઅલ બોને કહ્યું કે ચીન જ્યારે નિયમ તોડે છે, ત્યારે આપણે ખુબ જ મજબૂત અને ખુબ સ્પષ્ટ થવું પડશે. હિન્દ મહાસાગરમાં અમારી નૌસેનાની હાજરીની એ જ ભાવના છે. બોને કહ્યું કે ફ્રાન્સ 'ક્વાડ' (અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમૂહ)ની નજીક છે અને ભવિષ્યમાં તેમની સાથે કેટલાક નૌસૈનિકો અભ્યાસ પણ કરી શકે છે. 


અમે ઘર્ષણ  ઈચ્છતા નથી
ફ્રેન્ચ નેવીના તાઈવાન સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરનારી એકમાત્ર યુરોપીયન નેવી હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે ઉક્સાવવા તરીકે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવા માટે છે. બોને વધુમાં કહ્યું કે આપણે ઘર્ષણ તરફ આગળ વધવાનું નથી, સંતુલન જાળવી રાખવાનું છે. જેથી કરીને બધુ શાંતિ સાથે થઈ શકે. 


US: હિંસા બાદ ટપોટપ રાજીનામા પડ્યા, Donald Trump ને પણ તાબડતોબ પદેથી હટાવવાની તૈયારી!


ભારત માટે એકદમ સ્પષ્ટ
તેમણે કહ્યું કે ભારત સામે પ્રત્યક્ષ જોખમ અંગે અમે હંમેશા એકદમ સ્પષ્ટ રહ્યા છીએ. ભલે તે કાશ્મીર કેમ ન હોય, અમે સુરક્ષા પરિષદમાં ભારતના પ્રબળ સમર્થક રહ્યા છીએ. અમે ચીનને કોઈ પણ પ્રકારનો પ્રક્રિયાત્મક ખેલ ખેલવા દીધો નથી. જ્યારે વાત હિમાલયના ક્ષેત્રોની આવે તો તમે અમારા નિવેદનો તપાસી લો, અમે સંપૂર્ણ રીતે સ્પષ્ટ રહ્યા છીએ. અમે જાહેરમાં શું કહીએ છીએ તેમાં કોઈ અસ્પષ્ટતા નથી. 


અજીત ડોભાલ સાથેની વાતચીતનો ઉલ્લેખ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પોતાની વાતચીત અંગે બોલતા તેમણે કહ્યું કે રણનીતિક તકોની સાથે સાથે દ્વિપક્ષીય રક્ષા અને સુરક્ષા સંબંધો અંગે ચર્ચા થઈ. સૈન્ય સહયોગ અને હિન્દ મહાસાગરના મુદ્દે પણ વાતચીત થઈ. ફ્રેન્ચ સલાહકારે કહ્યું કે ભારત અંગે ફ્રાન્સનું હંમેશા સ્પષ્ટ વલણ રહ્યું છે. અમે દરેક પગલે તેમની સાથે છીએ. અત્રે જણાવવાનું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ જ્યારે ઈસ્લામિક આતંકવાદ અંગે મુસ્લિમ દેશોના નિશાના પર આવ્યા હતાં ત્યારે તેમને ભારતનું પૂરેપૂરું સમર્થન મળ્યું હતું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube